Ranuj Highschool Ranuj

Ranuj Highschool Ranuj The institution is also having hostel facility for the students who are under the training course. There are 25 rooms

For the boys and 1 Warden room.

Shri Shivlal Haridas Modi Basic Training College For Men, Ranuj, is running under the

institution name “Ranuj Kelvani Mandal, Ranuj.” Since june 1959.The college is Government

recognized and grant in aid. Hostel building is well constructed with all the facility required for suitable stay. The building also having the facility of bathroom and toilets. Each room is having enough space, light, fan, cupboard and bed facilities.

બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન
17/02/2026

બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન

17/02/2026
ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહતા.14/02/26 ના રોજ અમારી ખ્યાતનામ શાળા રણુંજ હાઈસ્કૂલ, રણુંજમાં ધોરણ 10 અન...
14/02/2026

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ

તા.14/02/26 ના રોજ અમારી ખ્યાતનામ શાળા રણુંજ હાઈસ્કૂલ, રણુંજમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજવામાં આવ્યો હતો. સૌ પ્રથમ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. સમારોહના મુખ્ય મહેમાન તરીકે શાળાના જ ભૂતપૂર્વ અને આદર્શ વિદ્યાર્થીઓ શ્રી વિક્રમજી ભીખાજી ચૌહાણ (પાટણ જિલ્લા પંચાયત સદસ્ય) અને શ્રી કિરણભાઈ ભાનુપ્રસાદ જાની (અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી ચાણસ્મા તાલુકો) હાજર રહ્યા હતા. તેઓએ પોતાના વક્તવ્યમાં શાળાના યાદગાર પ્રસંગો ને યાદ કરી વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો ખોટો ભય દૂર કરી ચિંતામુક્ત રહી પરીક્ષા આપવા અનુરોધ કર્યો હતો તેમજ વિદ્યાર્થીઓને ધાર્યું પરિણામ પ્રાપ્ત કરી જ્વલંત સફળતા પ્રાપ્ત કરવા અપીલ કરી હતી. આ ઉપરાંત શાળા પરિવાર તરફથી વિદ્યાથીઓને શુભેચ્છા સંદેશની સાથોસાથ ચોકલેટ અને પેનો વહેંચી જીવનના પ્રત્યેક તબક્કે આગળ વધવા હાકલ કરી હતી. શાળાના આચાર્યશ્રી સેવંતીભાઈ પરમાર તેમજ ડૉ .વિષ્ણુભાઈ ટી દેસાઈ દ્વારા મહેમાનોનું શાબ્દિક તથા સાલ અને મોમેન્ટ દ્વારા સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે રણુંજ કેળવણી મંડળના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી મહેશભાઈ દેસાઈ સાહેબની તથા શિક્ષણાનુભવ શાળાના આચાર્ય શ્રી ગોવિંદભાઈ પટેલ સાહેબની વિશેષ અને પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. શાળાના આચાર્ય શ્રી સેવંતીભાઈ એમ પરમાર દ્વારા પધારેલ મહેમાનો તથા ટ્રસ્ટીગણ તેમજ કાર્યક્રમને સફળ બનાવનાર દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કર્યો હતો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કુ શિલ્પા બહેન બાવા દ્વારા કરવામાં આવ્યું હતું.

29/1/2026 પાટણ દિવ્યભાસ્કર આવૃત્તિ
29/01/2026

29/1/2026 પાટણ દિવ્યભાસ્કર આવૃત્તિ

શ્રી રણુંજ કેળવણી મંડળ, રણુંજના પટાંગણમાં 77મો પ્રજાસત્તાક દિન ઉજવાયોરણુંજ, તારીખ 26/1/2026: શ્રી રણુંજ કેળવણી મંડળ, રણુ...
27/01/2026

શ્રી રણુંજ કેળવણી મંડળ, રણુંજના પટાંગણમાં 77મો પ્રજાસત્તાક દિન ઉજવાયો

રણુંજ, તારીખ 26/1/2026: શ્રી રણુંજ કેળવણી મંડળ, રણુંજના પટાંગણમાં 77મો પ્રજાસત્તાક દિનની ઉજવણી ચારેય સંસ્થાઓ દ્વારા કરવામાં આવી. આ પ્રસંગે શ્રી મહેશભાઈ ટી દેસાઈ, મે. ટ્રસ્ટી, તેમજ ટ્રસ્ટી ગણના વરદ હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો. અલ્પેશભાઈ પટેલ દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો.

આ કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી રણુંજ કેળવણી મંડળના પૂર્વ પ્રમુખ શ્રી સ્વ વિષ્ણુરાય ગોવિંદરરાવ પાઠક નો સહ પરિવાર ઉપસ્થિત રહ્યા હતો. આ ઉપરાંત હિમાંશુભાઈ સોલંકી ગઢકા એસોસિએશનના સેક્રેટરી ગુજરાત રાજ્ય અને શ્રી અલ્પેશભાઈ નાગોરી કેનેરા બેન્કના મેનેજર, ગ્રામજનો હાજર રહ્યા હતા.

આ પ્રસંગે જ્યારે સંસ્થાના સંસ્થાના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું. શ્રેષ્ઠ કર્મચારી એવોર્ડ P.T.C કોલેજના સેવક કર્મચારી શૈલેષભાઈ પટેલને અને શિક્ષણાનુભવ શાળાના કર્મચારી યજ્ઞેશભાઈ પ્રજાપતિને એનાયત કરવામાં આવ્યો. વિવિધ વિષયો અને શૈક્ષણિક પ્રવૃત્તિમાં સારો દેખાવ કરનારા વિદ્યાર્થીઓ તથા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહેમાનોએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અને શૈક્ષણિક ક્ષેત્રે વધુ મહેનત કરવા પ્રેરણા આપી.

27/01/2026

ધ્વજવંદન અને વાર્ષિકોત્સવ 2026 કાર્યક્રમ

ચિત્ર સ્પર્ધા
10/01/2026

ચિત્ર સ્પર્ધા

08/01/2026

મહેંદી સ્પર્ધા

08/01/2026

ક્વિઝ કોમ્પીટીશન

તારીખ 27/12/2025 ના રોજ રણુંજ હાઇસ્કુલ, રણુંજ ખાતે પાટણ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત રણુંજ પોલીસ સ્ટેશન દ્વ...
27/12/2025

તારીખ 27/12/2025 ના રોજ રણુંજ હાઇસ્કુલ, રણુંજ ખાતે પાટણ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત રણુંજ પોલીસ સ્ટેશન દ્વારા વ્યસન મુક્તિ (ડ્રગ્સ અવેરનેસ) અને સાયબર અવેરનેસ બાબતે શાળાના વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં પોલીસ શ્રી મેહુલકુમાર જેઠાલાલ દ્વારા શાળાના બાળકોને વિવિધ વ્યસનો દ્વારા થતા નુકસાન વિશે જણાવવામાં આવ્યું. તેમણે વિદ્યાર્થીઓને વ્યસનથી દૂર રહેવા અને સકારાત્મક જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કર્યા.તેમજ પોલીસ શ્રી બકુલભાઈ ધનાભાઈ અને બેન શ્રી દીપિકાબેન રાયસંગભાઈ દ્વારા ભવિષ્યમાં સાયબર ને લગતા બનાવો ન બને તે બાબતે શાળાના બાળકોને વાકેફ કરવામાં આવ્યા. તેમણે વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષા વિશે જાગૃત કર્યા અને તેમને ઓનલાઇન સલામતીના પગલાં વિશે શીખવ્યું.આ કાર્યક્રમ કરવા બદલ રણુંજ કેળવણી મંડળના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી મહેશભાઈ ટી.દેસાઈ તથા શાળાના આચાર્ય શ્રી સેવંતીભાઈ એમ પરમાર સાહેબે રણુંજ પોલીસ સ્ટેશનનો આભાર વ્યક્ત કર્યો હતો.

રણુંજ હાઈસ્કૂલ નું ગૌરવ તારીખ 9/12/2025 થી તારીખ 14/ 12/2025 સુધી રમતગમત સંકુલ પાટણ ખાતે દિવ્યાંગ બાળકોનો ખેલ મહાકુંભ યો...
23/12/2025

રણુંજ હાઈસ્કૂલ નું ગૌરવ
તારીખ 9/12/2025 થી તારીખ 14/ 12/2025 સુધી રમતગમત સંકુલ પાટણ ખાતે દિવ્યાંગ બાળકોનો ખેલ મહાકુંભ યોજવામાં આવેલ જેમાં અંધ વિભાગ, અસ્થિ વિભાગ, માનસિક વિભાગ અને શ્રવણ ની સમસ્યા વાળા બાળકોએ ભાગ લીધો જેમાં રણુંજ હાઈસ્કુલ,રણુંજ શાળાના વિશિષ્ટ શિક્ષક શ્રી હર્ષદભાઈ વૈષ્ણવના માર્ગદર્શન અને પ્રેરણાથી શાળાના વિદ્યાર્થીઓએ અને શાળાનું ગૌરવ વધારેલ છે જેમાં ડાગળિયા ફાતેમા ઇમરાન ભાઈ ભાલાફેકમાં પ્રથમ (ઇનામ 5000રૂ), ઠાકોર આદર્શ બળવંતજી ચક્ર ફેકમાં પ્રથમ( ઇનામ 5000રૂ) તથા ડાગળિયા અદનાન નસરુદ્દીન 100 મીટર વોક માં તૃતીય (ઇનામ 2000રૂ)તથા સોફ્ટબોલ થ્રો માં દ્વિતીય નંબર (ઇનામ 3000રૂ) પ્રાપ્ત કરેલ છે જે બદલ રણુંજ કેળવણી મંડળ રણુંજના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મહેશભાઈ દેસાઈ સાહેબ તથા શાળાના આચાર્ય શ્રી સેવંતીભાઈ એમ પરમાર સાહેબે શ્રી હર્ષદભાઈ વૈષ્ણવ ને તથા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

Address

Ranuj

Opening Hours

Monday 11am - 5pm
Tuesday 11am - 5pm
Wednesday 11am - 5pm
Thursday 11am - 5pm
Friday 11am - 5pm
Saturday 7:45am - 11:45pm

Telephone

+912766287624

Alerts

Be the first to know and let us send you an email when Ranuj Highschool Ranuj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Ranuj Highschool Ranuj:

Share