Laxman Gyanpith School

Laxman Gyanpith School Delivering a holistic environment to uncover children's imagination, proficiency, and talent.

24/06/2026

લક્ષ્મણ જ્ઞાનપીઠ પ્રાથમિક શાળામાં આ વર્ષથી “નવ સંકલ્પ, નવ મહિના – એક ઉદ્દેશ્ય” અંતર્ગત વિવિધ વિષયો પર સર્જનાત્મક અને મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેના પ્રથમ સંકલ્પ તરીકે “જળ સંરક્ષણ” વિષયને કેન્દ્રમાં રાખીને ધોરણ-૧ના વાલીશ્રીઓના સહયોગથી સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

કાર્યક્રમ દરમિયાન વાલીશ્રીઓએ બાળકોને પાણીનું મહત્વ સમજાવવા માટે વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ, પ્રોજેક્ટ રજૂઆત, સંદેશાત્મક અભિનય, વક્તવ્યની રજૂઆત કરી હતી. તેમણે બાળકોને પાણીના મર્યાદિત ઉપયોગ અંગે ખૂબ જ સરળ અને અસરકારક રીતે સમજણ આપી તેમજ “જળ છે તો જીવન છે.” નો સંદેશ બાળકોના મન સુધી પહોંચાડ્યો. આ ઉપરાંત પાણી બચાવવા અંગે દૈનિક જીવનમાં અપનાવી શકાય તેવી અનેક સારી આદતો વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું.

આ પ્રસંગે સંસ્થાના એકેડેમિક ડાયરેક્ટર આદરણીયશ્રી મનીષભાઈ ઝાલા સાહેબ, લક્ષ્મણ જ્ઞાનપીઠ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ આદરણ�

ગત વર્ષે યોજાયેલ TED-Ed Student Talks અંતર્ગત લક્ષ્મણ જ્ઞાનપીઠ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસપૂર્વક પોતાના વિચ...
17/06/2026

ગત વર્ષે યોજાયેલ TED-Ed Student Talks અંતર્ગત લક્ષ્મણ જ્ઞાનપીઠ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસપૂર્વક પોતાના વિચારો રજૂ કરીને Ppt presentation દ્વારા વિવિધ વિષયો પર ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓના આ સરાહનીય પ્રયાસરૂપે University of Houston (USA) દ્વારા તેમને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા.

આદરણીય પ્રિન્સિપાલશ્રી નયનાબેન પટેલના વરદ હસ્તે વિદ્યાર્થીઓને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા.

સંસ્થાના મેનેજમેન્ટના સહયોગ તથા આદરણીય એકેડેમિક ડાયરેક્ટર શ્રી મનીષભાઈ ઝાલાના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને સંસ્થાની પ્રગતિ માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે.

સંસ્થા પરિવાર વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ તેઓને હાર્દિક અભિનંદન અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવે છે.

[Laxman Gyanpith, TED-Ed Student Talks, TED-Ed, Student Achievement, Student Excellence, Young Speakers, Public Speaking, Future Leaders, Holistic Education]

દરેક દિવસ એક નવી શીખ લઈને આવે છે, અને દરેક રાત આત્મચિંતન કરવાની એક નવી તક. સુતા પહેલાં થોડો સમય પોતાની સાથે વિતાવો, અને ...
14/06/2026

દરેક દિવસ એક નવી શીખ લઈને આવે છે, અને દરેક રાત આત્મચિંતન કરવાની એક નવી તક. સુતા પહેલાં થોડો સમય પોતાની સાથે વિતાવો, અને દિવસને એક નવી નજરથી જુઓ. કારણ કે, સતત બૌદ્ધિક વિકાસની શરૂઆત સ્વયં સાથેના સંવાદથી થાય છે. 🌱💫

[Self Reflection, Daily Learning, Growth Mindset, Student Development, Laxman Gyanpith ]

લક્ષ્મણ જ્ઞાનપીઠ માધ્યમિક શાળામાં વિશેષ વંદના સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. વંદનાની શરૂઆત ડો. પ્રવીણભાઈ જોશી  દ્વાર...
12/06/2026

લક્ષ્મણ જ્ઞાનપીઠ માધ્યમિક શાળામાં વિશેષ વંદના સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. વંદનાની શરૂઆત ડો. પ્રવીણભાઈ જોશી દ્વારા ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ ભજનથી કરવામાં આવી.

ત્યારબાદ IKS અંતર્ગત લેવામાં આવેલા નવ સંકલ્પો વિશે વાત કરવામાં આવી અને પ્રથમ સંકલ્પ વૃક્ષારોપણ અંતર્ગત ધોરણ 8C ની વિદ્યાર્થીની હાલાણી આરલ દ્વારા ફોરેસ્ટ મેન જાદવ પાયેનની વાર્તા કહેવામાં આવી. તદુપરાંત, વિદ્યાર્થીઓએ બનાવેલા પર્યાવરણ આધારિત સુંદર ચિત્રો અને વૃક્ષના મોડેલનું પ્રદર્શન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ દ્વારા લઈને આવેલા છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

લક્ષ્મણ જ્ઞાનપીઠ માધ્યમિક શાળામાં સિનિયર કો - ઓર્ડીનેટર તરીકે સેવારત શ્રીમતી સલોનીબહેન વ્યાસની તાજેતરમાં ઉપ પ્રધાનાચાર્યશ્રી તરીકે નિયુક્તિ કરવામાં આવી તે નિમિતે માનનીય પ્રધાનાચાર્યશ્રી દ્વારા પુસ્તક અને માતાજીની ચુંદડી આપીને અભિવાદન કરવામાં આવ્યું.

અંતમાં, સંસ્થાના સન્માનનીય પ્રધાનાચાર્યશ્રી ડૉ. હિતેશકુમાર વી..પંડયાએ પ્રાસંગિક મનનીય વક્તવ્ય આપ્યું હતું. સૌ શાંતિ મંત્રના ગાન બાદ છુટા પડ્યા હતા

[Laxman Gyanpith, Laxman Gyanpith Secondary School, Special Prayer Session, School Assembly, Environmental Education, School Culture, Ahmedabad, Gujarat]

લક્ષ્મણ જ્ઞાનપીઠ ફાઉન્ડેશન સંચાલિત લક્ષ્મણ જ્ઞાનપીઠ માધ્યમિક શાળામાં પ્રથમ દિવસે વિશિષ્ટ પ્રવેશોત્સવ યોજાયો હતો.શાળા પરિ...
10/06/2026

લક્ષ્મણ જ્ઞાનપીઠ ફાઉન્ડેશન સંચાલિત લક્ષ્મણ જ્ઞાનપીઠ માધ્યમિક શાળામાં પ્રથમ દિવસે વિશિષ્ટ પ્રવેશોત્સવ યોજાયો હતો.

શાળા પરિવારની પ્રણાલી અનુસાર તિલકવિધિ તેમજ ગોળધાણા ખવડાવી વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું. સર્વે વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં વિશિષ્ટ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પવિત્ર ઉપક્રમમાં લક્ષ્મણ જ્ઞાનપીઠ મા. શાળાના પ્રધાનાચાર્યશ્રી ડૉ. હિતેશકુમાર વી. પંડ્યા, લક્ષ્મણ જ્ઞાનપીઠ પ્રાથમિક શાળાના પ્રધાનાચાર્યશ્રી શ્રીમતી નયનાબહેન પટેલ, લક્ષ્મણ જ્ઞાનપીઠ માધ્યમિક શાળાના ઉપપ્રધાનાચાર્યશ્રી શ્રીમતી સલોનીબહેન વ્યાસ, NEP કો ઓર્ડીનેટર્સ, શિક્ષકશ્રીઓ તેમજ વિદ્યાર્થીઓ જોડાયા હતા.

ધોરણ 6 થી 12ના તમામ વિદ્યાર્થીઓ માટે ગુજરાતી, હિન્દી તેમજ અંગ્રેજી ભાષાની સજ્જતા કેળવાય તે હેતુસર સુલેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

[Laxman Gyanpith, School Reopening, Praveshotsav, School Opening Day, Handwriting Competition, Future-Ready Students, Academic Excellence]

સ્કૂલ પછીની વાતચીત માત્ર "હોમવર્ક" અને "લેક્ચર્સ" સુધી સીમિત ન રાખો. બાળક સાથે એવી રીતે વાત કરો જે બાળકને પોતાનો આખો દિવ...
10/06/2026

સ્કૂલ પછીની વાતચીત માત્ર "હોમવર્ક" અને "લેક્ચર્સ" સુધી સીમિત ન રાખો. બાળક સાથે એવી રીતે વાત કરો જે બાળકને પોતાનો આખો દિવસ, દિવસ ભરની લાગણીઓ અને અનુભવો તમારી સાથે શેર કરવા પ્રેરિત કરે. કારણ કે, સારી વાતચીત જ મજબૂત Parent-Child Bonding નો પાયો છે.

તો, કોમેન્ટમાં જણાવો કે તમે તમારા બાળકને સ્કૂલ પછી સૌથી પહેલા શું પૂછો છો? 👇

[Parenting Tips, Parent Child Bonding, School Life, Child Development, Positive Parenting, Laxman Gyanpith]

09/06/2026

શૌર્ય અને શિક્ષણના ધામ સમાન લક્ષ્મણ જ્ઞાનપીઠ ફાઉન્ડેશન સંસ્થાના લક્ષ્મણ જ્ઞાનપીઠ વિદ્યાલયમાં શાળાના પ્રથમ દિવસને સંસ્મરણીય બનાવતો તેમજ સર્વે વિદ્યાર્થીઓનું ઉમળકાભેર સ્વાગત કરતો પ્રવેશોત્સવ યોજાયો.

વિદ્યાલયની પરંપરા પ્રમાણે પ્રથમ દિવસે તિલકવિધિ અને પુષ્પ અર્પણ કરી વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું.

વિદ્યાર્થીઓ આપણી પ્રાચીન અને સાંસ્કૃતિક પરંપરાથી અવગત થાય તે માટે સર્વે સાથે મળીને, ગાયત્રી હવન કરી વિદ્યાભ્યાસનો શુભારંભ કર્યો. વિદ્યાના અધિષ્ઠાત્રી દેવી મા સરસ્વતીની પૂજા કરી સૌ પાવન બન્યા.

અધ્યાત્મના આ પાવન કાર્યમાં લક્ષ્મણ જ્ઞાનપીઠ શાળાના પ્રધાનાચાર્યશ્રીઓ, ઉપપ્રધાનાચાર્યશ્રી, NEP કો ઓર્ડીનેટર્સ, શિક્ષકશ્રીઓ તેમજ વિદ્યાર્થીઓ જોડાયા.

[Laxman Gyanpith, School Reopening, Praveshotsav, Back to School, Student Welcome, Gayatri Havan, Saraswati Puja, Indian Culture]

સંસ્કારભર્યા વિદ્યાર્થી જીવનની શરૂઆત એક સરળ પ્રાર્થનાથી થાય છે. કારણ કે, પ્રાર્થના મનને શાંતિ અને હૃદયને પ્રકાશિત કરે છે...
08/06/2026

સંસ્કારભર્યા વિદ્યાર્થી જીવનની શરૂઆત એક સરળ પ્રાર્થનાથી થાય છે. કારણ કે, પ્રાર્થના મનને શાંતિ અને હૃદયને પ્રકાશિત કરે છે. 🌼

[Morning Prayer, Values Education, Spiritual Growth, Student Development, Peace of Mind, Laxman Gyanpith]

વેકેશનની મજા હવે યાદોમાં ફેરવાઇ રહી છે અને આ યાદો જ શીખવે છે કે આનંદ કંઈક નવું શિખવાના અનુભવનો હોય છે. તો, બતાવો.. આ વેક...
06/06/2026

વેકેશનની મજા હવે યાદોમાં ફેરવાઇ રહી છે અને આ યાદો જ શીખવે છે કે આનંદ કંઈક નવું શિખવાના અનુભવનો હોય છે. તો, બતાવો.. આ વેકેશનમાં તમે શું નવું અનુભવ્યું?

[Laxman Gyanpith, Summer Vacation Reflection, Holiday Learning, Student Experience, Creative Activities]

04/06/2026

લક્ષ્મણ જ્ઞાનપીઠ પ્રાથમિક શાળા ખાતે નર્સરી વિભાગના વાલીઓ માટે “વાલી સંવાદ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકના શાળા જીવનના પ્રારંભિક તબક્કાને વધુ સુગમ, આનંદમય અને વિકાસલક્ષી બનાવવા માટે વાલીઓને માર્ગદર્શન પૂરું પાડવાનો હતો.

કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે આદરણીય ડૉ. રણજીતસિંહ પવાર (ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, શિક્ષણ વિભાગ, ગાંધીનગર) ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વાલીશ્રીઓને *”પ્રી-સ્કૂલ રેડિનેસ અને બાળ મનોવિજ્ઞાન”* વિષય પર ખૂબ જ સરળ, રસપ્રદ અને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું. બાળકના સર્વાંગી વિકાસમાં પરિવાર અને શાળાની સંયુક્ત ભૂમિકા, બાળમાનસને સમજવાની આવશ્યકતા તેમજ પ્રારંભિક શિક્ષણના મહત્ત્વ વિશે તેમણે વિસ્તૃત ચર્ચા કરી.

આ પ્રસંગે અતિથિ વિશેષ ડૉ.રણજીતસિંહ પવાર સાહેબ, સંસ્થાના એકેડેમિક ડાયરેક્ટર શ્રી મનીષભાઈ ઝાલા સાહેબ, શાળાના પ્રધાનાચાર્યા સુ.શ્રી નયનાબેન પટેલ, વાલીશ્રીઓ તથા શિક્ષકગણ �

Address

Sanskardham Campus Bopal/Sanand Road
Ahmedabad
382115

Opening Hours

Monday 8am - 2pm
Tuesday 7:30am - 2pm
Wednesday 7:30am - 2pm
Thursday 7:30am - 2pm
Friday 7:30am - 2pm
Saturday 7:30am - 2pm

Telephone

+912717710910

Alerts

Be the first to know and let us send you an email when Laxman Gyanpith School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Laxman Gyanpith School:

Share