24/09/2025
આજ રોજ તારીખ 24- 9-2025 "રાષ્ટ્રીય સેવા યોજના દિવસ" નિમિતે "સ્વછોત્સવ 2025"નું આયોજન કરેલ. જેમાં લાઇફ સાયન્સ ભવન (મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી) "દ્વારા અમારું કેમ્પસ, સ્વચ્છ કેમ્પસ" ની ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત અત્રેના ભવનના અધ્યક્ષ અને NSS ના કોઓર્ડિનેટર ડૉ. ભરતસિંહ ગોહિલની આગેવાની હેઠળ સ્વછતા અભિયાન કાર્ય કરવામાં આવ્યું.જેમાં ભવનના દરેક કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ એ બહોળી સંખ્યામાં સ્વયંભૂ ભાગ લઈ આ "સ્વછોત્સવ 2025" ઉજવણી કરેલ.