Swarnim Gujarat Sports University

Swarnim Gujarat Sports University Swarnim Gujarat Sports University This is an Official page of Swarnim Gujarat Sports University.

“સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીની વોલીબોલ ગર્લ્સની ટીમે વેસ્ટ ઝોન ઈન્ટર યુનિવર્સિટી સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્ય...
17/12/2025

“સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીની વોલીબોલ ગર્લ્સની ટીમે વેસ્ટ ઝોન ઈન્ટર યુનિવર્સિટી સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો.”
“સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી માટે વધુ એક ગૌરવવંતી ક્ષણ”
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ (ગુજરાત) ખાતે વેસ્ટ ઝોન ઈન્ટર યુનિવર્સિટી વોલીબોલ ગર્લ્સની ટુર્નામેન્ટ યોજાઈ હતી. આ સ્પર્ધામાં ૭૦ કરતાથી વધારે ટીમોએ ભાગ લીધો હતો. તેમાંથી સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીની વોલીબોલ ગર્લ્સની ટીમે તૃતીય સ્થાન મેળવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. અને ઓલ ઇન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી વોલીબોલ સ્પર્ધા રમવા માટે પોતાનું સ્થાન બનાવ્યું હતું. ઓલ ઇન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી વોલીબોલ સ્પર્ધા ચેન્નાઈ ખાતે યોજાવાની છે. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીની વોલીબોલ ગર્લ્સની ટીમે ચેન્નાઈ ખાતે તા. ૨૦/૧૨/૨૦૨૫ થી ૨૪/૧૨/૨૦૨૫ સુધી રમવા માટે જશે.
આવી વિશિષ્ટ સિદ્ધિ મેળવવા બદલ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. મનીષ રાવલ સાહેબ અને યુનિવર્સિટીના ફીઝીકલ એજ્યુકેશન અને સ્પોર્ટસના ડાયરેકટર પ્રો.(ડૉ) રણછોડ રથવી અને સમગ્ર યુનિવર્સિટી પરિવારે અભિનંદન આપ્યા હતા. અને ઓલ ઇન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટ ચેન્નાઈ ખાતે રમવા માટે શુભેચ્છા પાઠવી હતી. આ ટીમના કોચ તરીકે ડૉ. સંગીતા વાળા અને મેનેજર તરીકે ડૉ. જયદેવ દેસાઈ એ સેવાઓ આપી હતી.
વેસ્ટ ઝોન ઈન્ટર યુનિવર્સિટી વોલીબોલ ગર્લ્સની ટુર્નામેન્ટમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી ટીમની કેપ્ટન મનીષા ઝાલાને બેસ્ટ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મનીષા ઝાલા એ સમગ્ર ટુર્નામેન્ટનો બેસ્ટ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ મેળવી સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીનું અને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે તેમજ આવી વિશિષ્ટ અને ગૌરવવંતી સિદ્ધિ સમગ્ર ગુજરાત અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીમાં પ્રથમ વાર મેળવી છે. બ્રોન્ઝ મેડલ મેળવનાર સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી વોલીબોલ ટીમના સભ્યો નીચે પ્રમાણે છે. (૧) ઝાલા મનીષા (૨) વાળા ઉષા (૩) સાવલીયા ફેની(૪) બારીયા મીનાક્ષી (૫) પાંડે મહેક (૬) પરમાર સંધ્યા (૭) ધોડિયા આરતી (૮) ઝાલા પ્રિયંકા (૯) ચાવડા દેવબાલા (૧૦) ધોડિયા કૃપાલી (૧૧) જૈન ઈશા (૧૨) જીજ્ઞાસા સૂર્યવંશી (૧૩) પટેલ અંશી (૧૪) વાજા રેખા.

"સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી માટે ગૌરવની ક્ષણ અને વધુ એક સિદ્ધિ"   સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીનાં ખે...
03/12/2025

"સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી માટે ગૌરવની ક્ષણ અને વધુ એક સિદ્ધિ"

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીનાં ખેલાડીઓ દર વર્ષે ખેલો ઈન્ડીયા યુનીવર્સીટી ગેમ્સમાં પસંદગી પામી ભાગ લે છે, ખેલો ઈન્ડીયા યુનીવર્સીટી ગેમ્સ ૨૦૨૫મા રાજસ્થાનમાં જયપુર ખાતે ૩ ખેલાડીઓ ભાગ લેવાના છે આ વર્ષે ખેલો ઈન્ડીયા યુનીવર્સીટી ગેમ્સ ૨૦૨૫ની એથ્લેટિક્સ માં ઊંચી કૂદ ની ઇવેન્ટમાં સ્પર્ધામાં પાયલ જમોડ એ પ્રથમ વાર પસંદગી પામી અને ભાગ લીધો અને બ્રોન્ઝ મેડલ મેળવી આ વિશિષ્ઠ સિદ્ધિ મેળવી.
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની ખિલાડી ખેલાડી જમોડ પાયલ એથ્લેટિક્સમાં ઉંચીકૂદની ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવી ખેલો ઇન્ડિયાની યુનિવર્સિટી ગેમ્સ 2025 સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે જમોડ પાયલ એ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ ની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી સમગ્ર ભારતમાં તૃતીય ક્રમાંક મેળવી સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.આવી વિશિષ્ટ સિદ્ધિ મેળવવા બદલ પાયલ જમોડ ને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડો.મનીષ રાવલ સાહેબ, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના ફિઝિકલ એજ્યુકેશન અને સ્પોર્ટ્સના ડાયરેક્ટર પ્રો.(ડો.) રણછોડ રથવી અને સમગ્ર સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ના પરિવારે અભિનંદન આપ્યા હતા ખેલો ઇન્ડિયા ની સ્પર્ધામાં કોચ તરીકે ડો. હરીશ વનાર એ સેવાઓ આપી.



"સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી માટે ગૌરવની ક્ષણ અને વધુ એક સિદ્ધિ" સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની જુડોન...
29/11/2025

"સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી માટે ગૌરવની ક્ષણ અને વધુ એક સિદ્ધિ"
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની જુડોની ખેલાડી તન્વી બારડે ખેલો ઇન્ડિયાની જુડોની સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવી સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તન્વી બારડે તાજેતરમાં જ સાઉથ વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી જુડોની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને થોડા જ દિવસોમાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ ની સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવી સમગ્ર ભારતમાં દ્વિતીય ક્રમ મેળવી સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આવી વિશિષ્ટ સિદ્ધિ મેળવવા બદલ તન્વી બારડને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ..મનીષ રાવલ સાહેબ, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ના ફિઝિકલ એજ્યુકેશન અને સ્પોર્ટ્સના ડાયરેક્ટર પ્રો.(ડો.) રણછોડ રથવી અને સમગ્ર સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ના પરિવારે અભિનંદન આપ્યા હતા ખેલો ઇન્ડિયાની સ્પર્ધામાં કોચ તરીકે ડૉ.વનરાજસિંહ પઢારીયા એ સેવાઓ આપી હતી.

̂


સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના જુડોનાં ખેલાડી રમેશ ચૌધરીએ ગોલ્ડ મેડલ મેળવ્યો અને ૦૫ ખેલાડીઓ ઓલ ઇન્ડીયા ઈન્ટર યુન...
19/11/2025

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના જુડોનાં ખેલાડી રમેશ ચૌધરીએ ગોલ્ડ મેડલ મેળવ્યો અને ૦૫ ખેલાડીઓ ઓલ ઇન્ડીયા ઈન્ટર યુનીવર્સીટી જુડોની સ્પર્ધામાં પસંદગી પામી સાઉથ વેસ્ટ ઝોન ભાઈઓની જુડોની સ્પર્ધામાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીની જુડોની ભાઈઓની ટીમ રનર્સ અપ બની.

સાગે યુનિવર્સિટી (SAGE UNIVERSITY), ભોપાલના યજમાન પદે સાઉથ વેસ્ટ ઝોનની ખેલાડીની જુડો સ્પર્ધા યોજાઈ હતી. તેમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીનાં જુડો ખેલાડી રમેશ ચૌધરી એ -૯૦ વેઇટ કેટેગરીમાં પ્રથમ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીનાં જુડોનાં બીજા ચાર ખેલાડીઓએ ઓલ ઇન્ડીયા ઈન્ટર યુનીવર્સીટી જુડોની સ્પર્ધામાં પસંદગી પામ્યા (૧) ભાભોર પ્રકાશ -૬૦ વેઇટ કેટેગરીમાં (૨) પટેલ આર્યન એ -૭૦ કેટેગરીમાં (૩) કડિયા દેવ એ -૮૦ કેટેગરીમાં તથા (૪) યાદવ કુશ એ -૧૦૦ કેટેગરીમાં ઓલ ઇન્ડીયા ઈન્ટર યુનીવર્સીટી જુડોની સ્પર્ધામાં પસંદગી પામ્યા. ઓલ ઇન્ડીયા ઈન્ટર યુનીવર્સીટી જુડોની સ્પર્ધામાં પસંદગી પામી સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીનું અને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ વખત સાઉથ વેસ્ટ ઝોન સ્પર્ધામાં એક ગોલ્ડ મેડલ તથા સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીનાં જુડોનાં બીજા ચાર ખેલાડીઓએ ઓલ ઇન્ડીયા ઈન્ટર યુનીવર્સીટી જુડોની સ્પર્ધામાં પસંદગી પામી.
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના ભાઈઓ જુડોની ટીમે ઈતિહાસ બનાવ્યો છે. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીની જુડો ટીમ સાઉથ વેસ્ટ ઝોન ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત રનર્સ અપ બની છે. આવા ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ અને આવી વિશિષ્ટ સિધ્ધી મેળવવા બદલ રમેશ ચૌધરી, ભાભોર પ્રકાશ, પટેલ આર્યન, કડિયા દેવ અને યાદવ કુશ ને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. મનીષ રાવલ સાહેબ અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી ફીઝીકલ એજ્યુકેશન અને સ્પોર્ટસના ડાયરેકટર પ્રો.(ડો) રણછોડ રથવી અને સમગ્ર યુનિવર્સિટી પરિવારે અભિનંદન આપ્યા હતા. ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનીવર્સીટી જુડો ભાઈઓની સ્પર્ધા રમવા માટે શુભેચ્છા આપી હતી. આ સ્પર્ધાના કોચ તરીકે ડૉ.સંજયકુમાર ભુડિયા અને મેનેજર તરીકે ડૉ. રાહુલસિંહ બારડએ સેવાઓ આપી હતી.

́ducation

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના ત્રણ જુડોની ખેલાડીઓએ ગોલ્ડ મેડલ મેળવી સાઉથ વેસ્ટ ઝોન બહેનોની જુડોની સ્પર્ધામાં સ્...
14/11/2025

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના ત્રણ જુડોની ખેલાડીઓએ ગોલ્ડ મેડલ મેળવી સાઉથ વેસ્ટ ઝોન બહેનોની જુડોની સ્પર્ધામાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીની જુડોની બહેનોની ટીમ ચેમ્પિયન બની.

સાગે યુનિવર્સિટી (SAGE UNIVERSITY), ભોપાલના યજમાન પદે સાઉથ વેસ્ટ ઝોનની બહેનોની જુડો સ્પર્ધા યોજાઈ હતી. તેમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીની જુડો ખેલાડી (૧) રીશીતા કારેલીયાએ -૪૮ વેઇટ કેટેગરીમાં પ્રથમ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. (૨) બારડ તન્વીએ -૬૩ વેઇટ કેટેગરીમાં બીજો ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. (૩) ઇવ દોસાની એ -૭૮ કેટેગરીમાં ત્રીજો ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આવી વિશિષ્ટ સિધ્ધી મેળવી. રીશીતા કારેલીયા, બારડ તન્વી અને ઇવ દોસાની એ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીનું અને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. રીશીતા કારેલીયાએ ગયા વર્ષે સિલ્વર મેડલ મેળવ્યો હતો. અને વર્લ્ડ યુનિવર્સિટી જુડોની સ્પર્ધામાં પસંદગી પામી વર્લ્ડ યુનિવર્સિટી જુડોની સ્પર્ધામાં જર્મની ખાતે ભાગ લીધો હતો. ઈવ દોસાની એ પણ ગયા વર્ષે સિલ્વર મેડલ મેળવ્યો હતો. તન્વી બારડે પ્રથમ વખત જ ભાગ લીધો અને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ વખત સાઉથ વેસ્ટ ઝોન સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ મેળવી સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીની બહેનોની જુડોની ટીમે ઈતિહાસ બનાવ્યો છે. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીની જુડો ટીમ સાઉથ વેસ્ટ ઝોન ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત ચેમ્પીયન બની છે. આવા ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ અને આવી વિશિષ્ટ સિધ્ધી મેળવવા બદલ રીશીતા કારેલીયા, બારડ તન્વી અને ઈવ દોસાની ને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. મનીષ રાવલ સાહેબ અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી ફીઝીકલ એજ્યુકેશન અને સ્પોર્ટસના ડાયરેકટર પ્રો.(ડો) રણછોડ રથવી અને સમગ્ર યુનિવર્સિટી પરિવારે અભિનંદન આપ્યા હતા. ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનીવર્સીટી જુડો વુમેનની સ્પર્ધા રમવા માટે શુભેચ્છા આપી હતી. આ સ્પર્ધાના કોચ તરીકે ડૉ.વનરાજસિંહ પઢીયાર અને મેનેજર તરીકે ડૉ. હરીશ વનાર એ સેવાઓ આપી હતી.

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના ત્રણ જુડોની ખેલાડીઓએ ગોલ્ડ મેડલ મેળવી સાઉથ વેસ્ટ ઝોન બહેનોની જુડોની સ્પર્ધામાં સ્...
12/11/2025

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના ત્રણ જુડોની ખેલાડીઓએ ગોલ્ડ મેડલ મેળવી સાઉથ વેસ્ટ ઝોન બહેનોની જુડોની સ્પર્ધામાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીની જુડોની બહેનોની ટીમ ચેમ્પિયન બની.

સાગે યુનિવર્સિટી (SAGE UNIVERSITY), ભોપાલના યજમાન પદે સાઉથ વેસ્ટ ઝોનની બહેનોની જુડો સ્પર્ધા યોજાઈ હતી. તેમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીની જુડો ખેલાડી (૧) રીશીતા કારેલીયાએ -૪૮ વેઇટ કેટેગરીમાં પ્રથમ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. (૨) બારડ તન્વીએ -૬૩ વેઇટ કેટેગરીમાં બીજો ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. (૩) ઇવ દોસાની એ -૭૮ કેટેગરીમાં ત્રીજો ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આવી વિશિષ્ટ સિધ્ધી મેળવી. રીશીતા કારેલીયા, બારડ તન્વી અને ઇવ દોસાની એ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીનું અને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. રીશીતા કારેલીયાએ ગયા વર્ષે સિલ્વર મેડલ મેળવ્યો હતો. અને વર્લ્ડ યુનિવર્સિટી જુડોની સ્પર્ધામાં પસંદગી પામી વર્લ્ડ યુનિવર્સિટી જુડોની સ્પર્ધામાં જર્મની ખાતે ભાગ લીધો હતો. ઈવ દોસાની એ પણ ગયા વર્ષે સિલ્વર મેડલ મેળવ્યો હતો. તન્વી બારડે પ્રથમ વખત જ ભાગ લીધો અને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ વખત સાઉથ વેસ્ટ ઝોન સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ મેળવી સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીની બહેનોની જુડોની ટીમે ઈતિહાસ બનાવ્યો છે. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીની જુડો ટીમ સાઉથ વેસ્ટ ઝોન ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત ચેમ્પીયન બની છે. આવા ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ અને આવી વિશિષ્ટ સિધ્ધી મેળવવા બદલ રીશીતા કારેલીયા, બારડ તન્વી અને ઈવ દોસાની ને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. મનીષ રાવલ સાહેબ અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી ફીઝીકલ એજ્યુકેશન અને સ્પોર્ટસના ડાયરેકટર પ્રો.(ડો) રણછોડ રથવી અને સમગ્ર યુનિવર્સિટી પરિવારે અભિનંદન આપ્યા હતા. ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનીવર્સીટી જુડો વુમેનની સ્પર્ધા રમવા માટે શુભેચ્છા આપી હતી. આ સ્પર્ધાના કોચ તરીકે ડૉ.વનરાજસિંહ પઢીયાર અને મેનેજર તરીકે ડૉ. હરીશ વનાર એ સેવાઓ આપી હતી.

“વંદે માતરમ્ - રાષ્ટ્રની આત્માનો સ્વર”સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ડેસર ખાતે રાષ્ટ્રગીત “વંદે માતરમ્” ના ૧૫૦ વ...
07/11/2025

“વંદે માતરમ્ - રાષ્ટ્રની આત્માનો સ્વર”
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ડેસર ખાતે રાષ્ટ્રગીત “વંદે માતરમ્” ના ૧૫૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે કાર્યક્રમ
તારીખ: ૦૭મી નવેમ્બર ૨૦૨૫
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ખાતે આજ તા. ૦૭મી નવેમ્બર ૨૦૨૫ના રોજ, ગુજરાત સરકારશ્રીના માર્ગદર્શન અનુસાર, રાષ્ટ્રગીત “વંદે માતરમ્” ના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઈ.સ. ૧૮૭૫ દરમ્યાન રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળમાં “વંદે માતરમ્” એ જનમાનસમાં રાષ્ટ્રપ્રેમ, ચેતના અને માતૃભૂમિ પ્રત્યેના ગૌરવની ભાવના પ્રગટાવી સમગ્ર રાષ્ટ્રને એકતાના સૂત્રમાં બાંધ્યો હતો. આ મહાન ગીતના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે યુનિવર્સિટી પરિવારે આ પ્રસંગને દેશપ્રેમ અને રાષ્ટ્રીય એકતાના પ્રતિક રૂપે ઉજવ્યો હતો.
આ અવસરે યુનિવર્સિટી ખાતે “વંદે માતરમ્” ના મૂળ સ્વરૂપનું સમૂહગાન કરવામાં આવ્યું હતું, જેમાં સર્વેએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં માનનીય કુલપતિશ્રી ડૉ. મનીષ રાવલ, સર્વે વિભાગોના અધ્યક્ષશ્રીઓ, યુનિવર્સિટીના તમામ અધ્યાપકશ્રીઓ, અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતે સૌએ સ્વદેશી શપથ ગ્રહણ કરી રાષ્ટ્રીય એકતા, સ્વાભિમાન અને આત્મનિર્ભર ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ અવસરે લેવાયેલી સ્વદેશી શપથ દ્વારા યુનિવર્સિટી પરિવારએ ભારત માતાની સેવા અને સન્માન માટે પોતાના રોજિંદા જીવનમાં ભારતીય વસ્તુઓને પ્રાથમિકતા આપી સ્થાનિક ઉદ્યોગો, કારીગરો અને ખેડૂતોના સશક્તિકરણ માટે યોગદાન આપવાનો સંકલ્પ લીધો. સાથે જ, ભારતીય ભાષાઓ, સંસ્કૃતિ અને પરંપરાનું માન-સન્માન જાળવી રાષ્ટ્રીય ગૌરવ, સ્વાવલંબન, સંસ્કૃતિક એકતા અને પર્યાવરણમૈત્રી જીવનશૈલી પોતાના દૈનિક જીવનમાં અપનાવવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો.
આ પ્રસંગે માનનીય કુલપતિશ્રી ડૉ. મનીષ રાવલએ અધ્યાપકશ્રીઓ સાથે ચર્ચામાં જણાવ્યું કે, વંદે માતરમ્ માત્ર એક ગીત નથી, પરંતુ તે રાષ્ટ્રની આત્માનો સ્વર છે. આ ગીત આપણને માતૃભૂમિ પ્રત્યેના પ્રેમ, ગૌરવ અને એકતાની ભાવના તરફ પ્રેરિત કરે છે. આજનો દિવસ આપણને રાષ્ટ્રીય ગૌરવ અને સ્વદેશી ચેતનાનું પુનઃસ્મરણ કરાવે છે. વસ્તુઓના વપરાશની પહેલ સર્વેમાં આત્મનિર્ભરતા, રાષ્ટ્રીય ગૌરવ અને સ્થાનિક સંસ્કૃતિ પ્રત્યેના જોડાણને વધુ મજબૂત બનાવે છે.
આ કાર્યક્રમ દ્વારા યુનિવર્સિટી પરિવારે રાષ્ટ્રપ્રેમ, એકતા અને સ્વદેશી વિચારધારાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લીધો. “વંદે માતરમ્” ના ૧૫૦ વર્ષના આ ઐતિહાસિક અવસરે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીએ રાષ્ટ્રીય ગૌરવ અને સ્વાભિમાનની ભાવનાને પુનઃજીવંત કરી એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું.


મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ: ભારત ચેમ્પિયન બન્યુંભારતીય મહિલા ક્રિકેટ વિશ્વ વિજેતા ટીમને અભિનંદન 🎉🇮🇳🏆✨💐
03/11/2025

મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ: ભારત ચેમ્પિયન બન્યું
ભારતીય મહિલા ક્રિકેટ વિશ્વ વિજેતા ટીમને
અભિનંદન 🎉🇮🇳🏆✨💐

असत्य पर सत्य की जीत, बुराई पर अच्छाई की जीत का पर्व यानी दशहरा। आप सभी को दशहरा त्योहार की हार्दिक शुभेच्छा।। #दशहरा  #...
02/10/2025

असत्य पर सत्य की जीत, बुराई पर अच्छाई की जीत का पर्व यानी दशहरा।
आप सभी को दशहरा त्योहार की हार्दिक शुभेच्छा।।
#दशहरा #राम #रावन #दशहरा2025



नवरात्री की दुर्गाष्टमी की हार्दिक शुभेच्छा।मां जगतजननी दुर्गा सबकी मनोकामना पूर्ण करे॥ #दुर्गाष्टमी  #दुर्गा  #नवरात्री...
30/09/2025

नवरात्री की दुर्गाष्टमी की हार्दिक शुभेच्छा।
मां जगतजननी दुर्गा सबकी मनोकामना पूर्ण करे॥
#दुर्गाष्टमी #दुर्गा #नवरात्री

Address

Opp. Taluka Seva Sadan Desar, Nr. Valavav Crossroad, At Post-Desar, Taluka/Desar
Dist. Vadodara
391774

Opening Hours

Monday 10am - 6:30pm
Tuesday 10am - 6:30pm
Wednesday 10am - 6:30pm
Thursday 10am - 6:30pm
Friday 10am - 6:30pm
Saturday 10am - 6:30pm

Alerts

Be the first to know and let us send you an email when Swarnim Gujarat Sports University posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Swarnim Gujarat Sports University:

Share