Shri A K Doshi Mahila College

Shri A K Doshi Mahila College Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shri A K Doshi Mahila College, Patel Colony Mahila College Road, Jamnagar.

11/04/2026
ભવન શ્રી એ.કે. દોશી મહિલા કોલેજની NSS ની વિદ્યાર્થીનીઓએ તા. 31/03/2026 ના રોજ શ્રી રણજીત ચેરિટેબલ સંચાલિત જામ શ્રી રણજીત...
02/04/2026

ભવન શ્રી એ.કે. દોશી મહિલા કોલેજની NSS ની વિદ્યાર્થીનીઓએ તા. 31/03/2026 ના રોજ શ્રી રણજીત ચેરિટેબલ સંચાલિત જામ શ્રી રણજીતસિંહ નિરાધાર આશ્રમની મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન સ્વયંસેવકોએ વૃદ્ધો સાથે વાતચીત કરી, તેમના સુખદુઃખની વાતો સાંભળી અને તેમની વેદના સમજવાનો પ્રયત્ન કર્યો. વિદ્યાર્થીની બહેનોને સમજાવવામાં આવ્યું કે કોઈપણ પરિસ્થિતિમાં માતા-પિતાની સેવા કરવી જોઈએ. તમામે મળીને વૃદ્ધો સાથે બેસી નાસ્તો કર્યો, જેના કારણે સમગ્ર વાતાવરણ ખૂબ જ લાગણીશીલ બની ગયું. આ NSS મુલાકાતથી આશ્રમના ટ્રસ્ટી મંડળ ખૂબ જ ખુશ થયા અને તેમની ઈચ્છા વ્યક્ત કરી કે વિદ્યાર્થીઓ અવારનવાર તેમની મુલાકાત લેતા રહે. આ સમગ્ર કાર્યક્રમ કોલેજના પ્રિન્સીપાલ ડો. ચેતના મેડમના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ તકે પ્રિન્સીપાલ ડો. ચેતના મેડમે તમામ સ્વયંસેવકો તથા પ્રોગ્રામ ઓફિસર ડો. નઝમા મેડમને આ કાર્યક્રમ સફળતાપૂર્વક આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા.

તારીખ:- ૨૭/૦૩/૨૦૨૬ ના રોજ ભવન્સ શ્રી એ. કે. દોશી મહિલા કોલેજમાં NSS અંતર્ગત "પાણી બચાવો" પર સેમિનાર રાખવામાં આવેલ. જેમાં...
29/03/2026

તારીખ:- ૨૭/૦૩/૨૦૨૬ ના રોજ ભવન્સ શ્રી એ. કે. દોશી મહિલા કોલેજમાં NSS અંતર્ગત "પાણી બચાવો" પર સેમિનાર રાખવામાં આવેલ. જેમાં કોલેજના પ્રિન્સીપાલ ડૉ. ચેતના મેડમ અને હિન્દી વિભાગના અધ્યક્ષ ડૉ. દેસાઈ સરે પાણી બચાવો પર વક્તવ્ય આપેલ અને પાણી કેમ બચાવવું તેનું સૂચન કરેલ.
આ સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવેલ. જેમાં કોલેજના બધાજ ડિપાર્ટમેન્ટ એ કોલેજના પટાંગણમાં ઔષધીય વૃક્ષો વાવી વૃક્ષો નું મહત્વ બતાવેલ.
આ સંપૂર્ણ કાર્યક્રમ કોલેજના પ્રિન્સીપાલ ડૉ. ચેતના મેડમ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ. સંપૂર્ણ સ્ટાફ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરેલ. આ સંપૂર્ણ કાર્યક્રમ નું સંચાલન NSS પ્રોગ્રામ ઑફિસર ડૉ. નઝમા અન્સારી મેડમે કરેલ.
આ તકે પ્રિન્સીપાલ ડૉ. ચેતના મેડમે સર્વે ને અભિનંદન પાઠવેલ.

ભવન્સ શ્રી એ.કે. દોશી મહિલા કૉલેજના પ્રિન્સિપાલશ્રી ડૉ. ચેતનાબેન ભેંસદડિયાના માર્ગદર્શનમાં હરિયા સ્કુલમાં યોજાયેલ 8 મી મ...
25/03/2026

ભવન્સ શ્રી એ.કે. દોશી મહિલા કૉલેજના પ્રિન્સિપાલશ્રી ડૉ. ચેતનાબેન ભેંસદડિયાના માર્ગદર્શનમાં હરિયા સ્કુલમાં યોજાયેલ 8 મી માર્ચ વિશ્વ મહિલા દિવસ અંતર્ગત તા: 5/3/2026 ના રોજ ABVP દ્વારા સ્ત્રી સશક્તિકરણનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યાં આર્ટસની 42 વિદ્યાર્થીનીઓને લઈને અધ્યાપકશ્રી ડૉ. ધર્મિષ્ઠાબેન કરડાણી અને ડૉ. ક્રિષ્નાબેન ચાંદલિયા ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં આર્ટ્સ વિભાગની વિદ્યાર્થીની ગંધા જાનવીનું સ્પોર્ટ્સમાં વિશેષ સિદ્ધિ મેળવ્યા બદલ સન્માન કરવામાં આવ્યું હતું. બધાંના સાથ અને સહકારથી કાર્યક્રમ સફળ રીતે પૂર્ણ થયો હતો.

ભવન્સ શ્રી એ. કે. દોશી મહિલા કોલેજના NSS ના સ્વયંસેવકોએ આજ તારીખ ૨૪-૩-૨૦૨૬ ના રોજ અંધાશ્રમ તાલીમ મંડળની મુલાકાત લીધેલી અ...
25/03/2026

ભવન્સ શ્રી એ. કે. દોશી મહિલા કોલેજના NSS ના સ્વયંસેવકોએ આજ તારીખ ૨૪-૩-૨૦૨૬ ના રોજ અંધાશ્રમ તાલીમ મંડળની મુલાકાત લીધેલી અને ત્યાં તાલીમમંડળ માં સેવા આપી અને ત્યાંની પ્રવૃતિઓથી વાકેફ થયેલ. આ એક દિવસની શિબિર કોલેજના પ્રિન્સીપાલ ડૉ. ચેતના મેડમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ NSS ના સ્વયંસેવકો અને પ્રોગ્રામ ઓફિસર ડો.નઝમા અંસારી ને પ્રિન્સીપાલ ડો. ચેતના મેડમે અભિનંદન પાઠવેલ.

એ.કે. દોશી મહિલા કોલેજમાં સમાજશાસ્ત્ર  વિભાગ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણીવિશ્વભરમાં દર વર્ષે ૮ માર્ચના રોજ ઉજવાતા વિશ...
19/03/2026

એ.કે. દોશી મહિલા કોલેજમાં સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી

વિશ્વભરમાં દર વર્ષે ૮ માર્ચના રોજ ઉજવાતા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે એ.કે. દોશી મહિલા કોલેજમાં સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા 12 માર્ચ ના રોજ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ના આયોજન નો હેતુ મહિલાઓમાં સશક્તિકરણ, તેમના અધિકારો અને સમાજમાં તેમના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાના હેતુથી કરવામાં આવ્યું હતું.કોલેજના પ્રિન્સિપાલશ્રી ડૉ. ચેતના મેડમ ભેંસદડિયા ના માર્ગદર્શન અને પ્રેરણાથી કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભેર અને સફળતાપૂર્વક યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆત, રાષ્ટ્રગીત, સ્વાગત, દીપ પ્રાગટ્ય,અને પ્રાર્થના, સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડૉ. ચેતના મેડમ ભેંસદડીયા એ પોતાના સંબોધનમાં વિશ્વ મહિલા દિવસના મહત્વ વિશે પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મહિલાઓ માત્ર પરિવારની જ નહીં પરંતુ સમગ્ર સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મહિલાઓનું શિક્ષણ, આત્મવિશ્વાસ અને સ્વાભિમાન સમાજમાં સમાનતા અને પ્રગતિ માટે ખૂબ જ જરૂરી છે. તેમણે વિદ્યાર્થીનીઓને જીવનમાં આત્મનિર્ભર બનવા, પોતાના હકો અંગે જાગૃત રહેવા અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રેરિત કર્યા હતા.ત્યારબાદ સમાજશાસ્ત્ર વિભાગના પ્રોફેસર હેડ ડૉ. ભાવના ગામીતે વિશ્વ મહિલા દિવસના ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય, તેની ઉત્પત્તિ અને આજના સમયમાં તેની પ્રાસંગિકતા વિશે વિસ્તૃત માહિતી આપી હતી.તેઓએ જણાવ્યું હતું કે જ્ઞાન અને સંસ્કાર દ્વારા મહિલાઓ સમાજમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવી શકે છે.તેમજ આ પ્રસંગે સમાજશાસ્ત્ર વિભાગના પ્રોફેસર ડૉ. ધર્મિષ્ઠા કરડાણીએ પણ પોતાના પ્રેરણાદાયક વિચારો રજૂ કર્યા હતા. તેમણે મહિલાઓના શિક્ષણ, સશક્તિકરણ અને આત્મવિશ્વાસ વિશે મહત્વપૂર્ણ વાતો કરી હતી. તેમણે મહિલાઓના હકો માટે થયેલા સંઘર્ષ અને સમાજમાં મહિલાઓના વધતા યોગદાન અંગે વિચારપ્રેરક ચર્ચા કરી હતી.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીનીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીનીઓ દ્વારા મહિલા સશક્તિકરણ વિષયક કાવ્યપઠન, ડિબેટ, પ્રશ્નોત્તરી, પ્રેરણાત્મક ચાર્ટ, ડાન્સ, નાટક, સ્પીચ, દ્વારા વિવિધ કૃતિ રજૂ કરવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર કાર્યક્રમ વધુ પ્રેરણાદાયક અને અર્થપૂર્ણ બની ગયો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના તમામ સ્ટાફ પ્રોફેસરશ્રીઓ અને વિદ્યાર્થીનીઓએ સહકાર અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમના સહયોગ અને સક્રિય ભાગીદારીના કારણે વિશ્વ મહિલા દિવસની ઉજવણી ખૂબ જ સુંદર અને સ્મરણિય બની હતી. સમાજશાસ્ત્રના ટી.વાય.બીએ ના વિદ્યાર્થીનિ શ્રી અગ્રવાત હેતલ દ્વારા પ્રિન્સિપાલશ્રી, સ્ટાફ સભ્યો અને વિદ્યાર્થીનીઓનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમને સફળ કર્યો હતો.અંતમાં સૌએ એકસાથે રાષ્ટ્રગાન ગાઈને કાર્યક્રમને દેશપ્રેમ અને ગૌરવની ભાવનાથી પૂર્ણ કર્યો હતો.

એ.કે.દોશી મહિલા કોલેજમાં ત્રીજા વર્ષના વિદ્યાર્થિનીઓ  માટે વિદાય સમારોહ યોજાયો ભવન્સ શ્રી એ. કે. દોશી મહિલા કોલેજ માં ટી...
12/03/2026

એ.કે.દોશી મહિલા કોલેજમાં ત્રીજા વર્ષના વિદ્યાર્થિનીઓ માટે વિદાય સમારોહ યોજાયો

ભવન્સ શ્રી એ. કે. દોશી મહિલા કોલેજ માં ટી.વાય.બી.એ ના વિદ્યાર્થીની ઓ માટે 10 માર્ચ 2026 ને મંગળવાર ના રોજ કોલેજના પ્રાર્થના હોલમાં આનંદ અને લાગણીસભર માહોલમાં વિદાય સમારોહ નો કાર્યક્રમ યોજાવામા આવ્યો. જેમાં કાર્યક્રમની મંગલ શરૂઆત પ્રાર્થના અને સ્વાગત ગીતથી થઈ, જેના કારણે સમગ્ર હોલમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ સર્જાયું. આ લાગણીસભર પ્રસંગે પ્રિન્સિપાલશ્રી ડૉ. ચેતના મેડમ ભેંસદડિયા એ પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને જીવનના આગામી પડકારો, આત્મવિશ્વાસ અને મહેનતથી જીવન જીવવા ની પ્રેરણા આપી. તેમણે જણાવ્યું કે કોલેજમાં મેળવેલું જ્ઞાન, સંસ્કાર અને અનુભવો વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. અંતે તેમણે તમામ વિદ્યાર્થીનિ ઓને તેમના ઉજ્જવળ અને સફળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. ત્યાર બાદ આર્ટ્સ વિભાગ માંથી અંગ્રેજીના હેડ પ્રોફેસર ડૉ. વિપુલ વી. કપૂર સરે વિદ્યાર્થીનિ ઓને પ્રેરણાસ્ત્રોત ઉદબોધન આપતાં જીવનમાં આત્મવિશ્વાસ અને મહેનત સાથે આગળ વધવા પ્રેરિત કર્યા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીનિ ઓ દ્વારા ગીત, નૃત્ય, ડાન્સ, વક્તવ્ય, અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવી, જેમાંય કોલેજના લાઈબ્રેરીના શ્રી અશ્વિનસર રાઠોડ ના મ્યુઝિક સિસ્ટમના યોગદાનના લીધે સમગ્ર માહોલ આનંદમય, રંગીન અને સુમધુર બની ગયો. જુનિયર વિદ્યાર્થીનિઓ એ પોતાના સિનિયર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અને તેમની સાથે વીતાવેલા યાદગાર પળોને વાગોળી. તેમજ સૌએ સાથે મળીને ફોટો સેશન કરીને આ ક્ષણોને કેમેરામાં કેદ કરી આજીવન સંભારણું બનાવ્યું. સમગ્ર વિદાય સમારોહ આનંદ અને ઉષ્માભેર રહ્યો. તેમજ વિદ્યાર્થીનીઓએ પોતાના અનુભવોમાં કોલેજ સાથેનો અમુલ્ય નાતો, પ્રોફેસરશ્રીઓ સાથેના અનુભવો અને પ્રેમ, મિત્રો સાથેની લાગણી, સ્મૃતિપટ પર મૂકી સમગ્ર ક્ષણને જીવંત બનાવી સમગ્ર વાતાવરણને લાગણીસભર બનાવી દીધુ. કાર્યક્રમના અંતે આર્ટ્સ વિભાગના હિન્દીના હેડ પ્રોફેસર ડૉ. કમલેશ દેસાઈ સર દ્વારા આભારવિધિ કરવામાં આવી. અને રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. સમગ્ર કોલેજના સ્ટાફ પ્રોફેસરશ્રીઓ, વિદ્યાર્થીનીઓ, તેમજ સમગ્ર કોલેજ પરિવાર ના સાથ અને સહકાર દ્વારા કાર્યક્રમ સફળરૂપે સંપન્ન થયો.

ભવન્સ શ્રી એ કે દોશી મહિલા કોલેજ જામનગરના આચાર્યા શ્રી ડો. ચેતના મેડમ ભેંસદડિયાની અનુમતિથી તારીખ 23-2-2026 ના રોજ સંસ્કૃ...
06/03/2026

ભવન્સ શ્રી એ કે દોશી મહિલા કોલેજ જામનગરના આચાર્યા શ્રી ડો. ચેતના મેડમ ભેંસદડિયાની અનુમતિથી તારીખ 23-2-2026 ના રોજ સંસ્કૃત વિભાગ દ્વારા વસંત પંચમીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહસભર ભાગ લીધો હતો. જેમાં કોલેજના F.Y થી T.Y ની દીકરીઓએ સુંદર નાટ્ય પ્રદર્શન કર્યું હતું. તેમજ માઢક જાનકી દ્વારા સરસ્વતીજીના મહત્વ ઉપર પ્રવચન અપાયું હતું અને દુલાણી પ્રીતિ બહેને પોતાના શબ્દ પુષ્પો વેર્યા હતા. તથા રાઠોડ મીરાં એ સરસ્વતી વંદના કરી હતી.
અતિથિ વિશેષમાં ડો. અનિલ દ્વિવેદી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પોતાની વાણી દ્વારા વિદ્યાર્થીનીઓને પ્રેરણા સભર કરી હતી. તેમજ કોલેજના સંસ્કૃત વિભાગના અધ્યાપકોએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..

Address

Patel Colony Mahila College Road
Jamnagar
361008

Alerts

Be the first to know and let us send you an email when Shri A K Doshi Mahila College posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Shri A K Doshi Mahila College:

Share