01/04/2025
વાલીઓ ચેતજો...
જેટલુ ખતરનાક યુવાનો અને કિશોરો માટે ડ્રગ્સ કે અન્ય વ્યસન છે એના જેટલુ જ ભયાનક આ ગેમિંગ છે. બ્લુ વ્હેલ ગેમ વિદેશમાં રમાતિ અને ટાસ્ક પુરા કરવા માટે બાળકો હાથમાં બ્લેડ મારતા કે પછિ એપાર્ટમેન્ટમાંથી કુદકા મારતા એવુ આપણે વાંચેલુ હતૂ.
એ આજે અહીં આવી ગઇ છે. અને આ બાબતો એવી છે કે એમા તંત્ર કંઇ કરી શકે નહિ અને કંઇક કરવાની રાહ જોવા કરતા આપણે જાગૃત થવુ જરુરી છે. બાળક ઉપર તેના વર્તન ઉપર નજર રાખવી જરૂરી છે.
ભલે વિદેશમાં આને પ્રાઇવેશીનો ભંગ કહેવાય પણ બાળકની સુરક્ષા જોખમમાં હોય તો આ પ્રાઇવેસી તોડવી પણ જરૂરી છે...