Aryavart Educational Academy

Aryavart Educational Academy An Educational Institution.....
(ARYATEJ GROUP OF COLLEGES)
(1)

31/03/2025
शिव की शक्ति से हर असंभव संभव हो जाता है! 🙌 महादेव का आशीर्वाद आप पर सदा बना रहे!
26/02/2025

शिव की शक्ति से हर असंभव संभव हो जाता है! 🙌 महादेव का आशीर्वाद आप पर सदा बना रहे!

Saluting the guardians of peace and the pride of our nation. This Indian Army Day, let’s honor their courage and sacrifi...
15/01/2025

Saluting the guardians of peace and the pride of our nation. This Indian Army Day, let’s honor their courage and sacrifice. Jai Hind! 🇮🇳

We mourn the loss of a great leader and a beacon of wisdom, Dr. Manmohan Singh. Rest in peace.
27/12/2024

We mourn the loss of a great leader and a beacon of wisdom, Dr. Manmohan Singh. Rest in peace.

શ્રી વિદ્યાપ્રેમવર્ધન એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી આર્યાવર્ત શૈક્ષણિક સંકુલ માં છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ ની ખૂ...
20/02/2024

શ્રી વિદ્યાપ્રેમવર્ધન એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી આર્યાવર્ત શૈક્ષણિક સંકુલ માં છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ ની ખૂબ ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી.

રાજાધિરાજ,શૌર્યવાન, કીર્તિવાન, મહાપરાક્રમી, હિંદવી સ્વરાજ્ય ની સ્થાપના કરનાર,ભારતના વીર સપૂત એવા છત્રપતિ શિવાજી મહારાજ ના જીવન ચરિત્ર વિશે જાણવાનો તથા અભ્યાસ કરવાનો તથા તેમના વિશે આજની યુવા પેઢીને માહિતગાર કરવાનો આર્યાવર્ત શૈક્ષણિક સંકુલે ભરપૂર પ્રયત્ન કર્યો હતો.

આ ઉત્સવ નિમિત્તે કોલેજના તથા શાળાના પ્રિન્સીપાલ તથા ઇન્ચાર્જ એ હાજરી આપી હતી.કોલેજ તથા શાળાના વિદ્યાર્થીઓ એ હોંશપૂર્વક ભાગ લઈ શિવાજીના ચરિત્ર ના બે પ્રસંગ જે તેમના ચરિત્ર અને શૂરવીરતા ને પ્રદર્શિત કરે છે તેના પર નાટક કર્યું હતું.આ સિવાય શાળાના શિક્ષક એવા દેવાંગ સરે શિવાજીના જીવન ચરિત્ર વિશે વાત કરી હતી અને એમના જીવનમાંથી યુવા પેઢીને મળતી શીખ વિશે જાણ કરી હતી. કોલેજની વિદ્યાર્થીનીઓ એ લયબદ્ધ સૂરોમાં શિવાજીનું હાલરડું ગાયું હતું.અંતે સંકુલ ના ટ્રસ્ટી શ્રી ગોરધનભાઈ ગોરીયા એ શિવાજી ના જીવન માંથી શીખવા મળતી "Can do" વૃત્તિ વિશે વાત કરી તેને આપણા જીવન માં ઉતારવાના સંકલ્પ ની વાત સાથે આભાર વિધિ વ્યક્ત કરી હતી.સમગ્ર ઉત્સવ ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો.

31/01/2024

🙏 મોરબીના લક્ષ્મીનગર ગામ પર આવેલા આર્યાવર્ત શૈક્ષણિક સંકુલમાં આન, બાન અને શાન સાથે 75 માં ગણતંત્ર દિવસની અનેક વિવિધતાસભર કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી. ગણતંત્ર દિવસ નિમિત્તે આર્યાવર્ત શૈક્ષણિક સંકુલ ખાતે દીપ પ્રાગટ્ય, સરસ્વતી વંદના, ભારત માતા પૂજન, ધ્વજવંદન, અનેક સાંસ્કૃતિક તથા દેશભક્તિને લગતા ક્રાર્યક્રમો યોજાયા હતા. આ તકે સંસ્થાના પ્રમુખશ્રી પ્રસાદભાઈ ગોરીયા તથા સંસ્થાના ડાયરેક્ટરશ્રી રમેશભાઈ કૈલા ઉપસ્થિત રહ્યા હતાં. શાળા અને કોલેજ વિભાગના દરેક પ્રધાન આચાર્યશ્રી, ગુરુજનો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ તરીકે કોલેજના ખૂબ જ મહેનતુ એવા પ્રોફેસર શ્રી જાસ્મિનબેન મોરસાણિયા હતાં. જેમના હાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. શાળા અને કોલેજ વિભાગના દરેક વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ દેશભક્તિ નાટક, વ્યસનમુક્તિ નાટક, પ્રેરણાદાથી રામાયણ તથા મહાભારતના પ્રસંગો, સામાજીક નૃત્યો તથા પિરામિડ કરીને હાજર રહેલ તમામ અતિથિશ્રીઓને સ્તબ્ધ કરી દીધા હતાં. મુખ્ય અતિથિશ્રી જાસ્મિનબેન મોરસાણિયાના હસ્તે વિદ્યાર્થીઓનું તથા ગુરુજનોનું સમ્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખશ્રી પ્રસાદભાઈ ગોરીયાએ ગણતંત્ર દિવસે સ્વચ્છતા બાબતે જાગૃતિ આપતું વ્યાખ્યાન આપીને હાજર રહેલા તમામ વ્યક્તિઓને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતાં. સમગ્ર કાર્યક્ર્મની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી બાદ સૌ પ્રસાદી લઈને છૂટા પડ્યા હતાં. કાર્યક્રમને સફળ બનાવવા માટે દરેક ગુરુજનો તથા વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરી હતી. જય હિંદ...જય ભારત...

NIOS Admissions Open in Morbi’s No.1 Educational Academy
11/01/2024

NIOS Admissions Open in Morbi’s No.1 Educational Academy

10/01/2024
શ્રી વિદ્યાપ્રેમવર્ધન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આર્યાવર્ત શૈક્ષણિક સંકુલ માં સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણી કરવામાં આવી.શ...
05/01/2024

શ્રી વિદ્યાપ્રેમવર્ધન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આર્યાવર્ત શૈક્ષણિક સંકુલ માં સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણી કરવામાં આવી.

શ્રી રામ કૃષ્ણ મિશન(રાજકોટ) દ્વારા દર વર્ષે સ્વામી વિવેકાનંદના વિચારો વિદ્યાર્થીઓ સુધી પહોંચે અને તેઓ ઉત્તમ તથા તેજસ્વી જીવન જીવે તેવા પ્રયત્નો કરવામાં આવે છે...

આ ઉજવણી માં ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓ એ ખૂબ મહેનત કરી હતી.મૂર્તિપૂજા પર આધારિત અલવરના રાજાનો સ્વામી વિવેકાનંદ સાથેના પ્રસંગની નાટ્યાત્મક કૃતિ શાળાના બાળકો એ ભજવી હતી. જે મુખ્ય આકર્ષણ નું કેન્દ્ર બની હતી..

ત્યાર બાદ શ્રી રામ કૃષ્ણ મિશનના સ્વયં સેવક એવા કૌશિક ભાઈ એ સ્વામી વિવેકાનંદના જીવન વિશે અને તેમના વિચારો વિદ્યાર્થીઓ માટે કેવી રીતે ઉપયોગી થાય તેમનો કેવી રીતે વિકાસ થાય તે વિશે પ્રસંગોચિત ઉદબોધન કરેલ. વિદ્યાર્થીઓની ખાસ મુશ્કેલી કે યાદ રહેતું નથી આ સમસ્યાનું સમાધાન સ્વામી વિવેકાનંદ કેવી રીતે આપે છે, આ વાત તેમને ખાસ કરેલ..
કાર્યક્રમ ખૂબ જ સારી રીતે સંપૂર્ણ થયેલ. અંતે આર્યાવર્તના ચેર પરસન એવા પ્રસાદ સર એ આભાર વિધિ કરેલ.

Address

Nr. Navyug Tiles, Opp. Laxminagar Village, 8-A National Highway/Kandala Highway, At/Laxminagar
Morbi
363642

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+919512410070

Alerts

Be the first to know and let us send you an email when Aryavart Educational Academy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Aryavart Educational Academy:

Share